Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.
તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.
જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.
જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી.
જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.
આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.
ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું હતું. આ સિવાય પણ નામી અનામી વ્યક્તિઓએ યોગદાન આપ્યું હતું.
0 Comments